સ્વાગત

વિપશ્યના ભારતની એક અત્યંત પુરાતન સાધના વિધિ છે. વિપશ્યનાનો અર્થ થાય છે કે જે જેવું છે એને ઠીક એવી રીતે જ જોવું, સમજવું. લગભગ ૨૫૦૦ વર્ષ પૂર્વે ભારતમાં આ પધ્ધતિ એક સાર્વજનીન રોગના સાર્વજનીન ઉપાય અર્થાત જીવન જીવવાની કળાના રૂપમાં શીખવવામાં આવતી હતી. જેમને વિપશ્યના વિષેની જાણકારી જોઈતી હોય તેઓ માટે આચાર્ય ગોયન્કાજી દ્વારા વિપશ્યના સાધના પરિચય તથા પ્રશ્નોત્તર ઉપલબ્ધ છે.

શિબિર

વિપશ્યના દસ દિવસની આવાસી શિબિરોમાં શીખવવામાં આવે છે. શિબિરાર્થી દસ દિવસમાં સાધનાની રૂપરેખા સમજતા હોય છે અને એટલી હદ સુધી અભ્યાસ કરી શકતા હોય છે કે જેથી સાધનાના લાભદાયી પરિણામોનો અનુભવ કરી શકે. શિબિરનું કોઈ શુલ્ક લેવામાં આવતું નથી, રહેવાનું અને ખાવાનું પણ નહી. શિબિરોનો પુરો ખર્ચ સાધકોના દાનથી ચાલે છે - એ સાધકો કે જેઓ પોતે શિબિરોથી લાભાન્વિત થયા હોય અને એ પછી દાન આપીને ભવિષ્યમાં આવનાર સાધકોને વિપશ્યના વિદ્યાથી લાભાન્વિત કરવાની ઈચ્છા ધરાવતા હોય.

જગ્યા

શિબિરોનું સંચાલન વિપશ્યના કેન્દ્રો પર તથા અસ્થાયી જગ્યાઓ પર કરવામાં આવતું હોય છે. દરેક જગ્યાનો પોતાનો શિબિર કાર્યક્રમ રહેતો હોય છે. મોટા ભાગની શિબિરોનું આવેદન શિબિર કાર્યક્રમ પર ક્લિક કરીને કરી શકાય છે. ભારતમાં અને એશિયા/પેસિફિકની અન્ય જગ્યાઓમાં, ઉત્તર અમેરિકામાં, લેટીન અમેરિકામાં, યુરોપમાં, ઔસ્ટ્રેલિયા/ન્યુઝીલેન્ડમાં, મધ્યપૂર્વમાં અને આફ્રિકામાં અનેક કેન્દ્ર છે. ઘણી વાર દસ દિવસની શિબિરોનું આયોજન કેન્દ્રોની બહારની જગ્યાઓ પર સ્થાનિક સાધકો દ્વારા કરવામાં આવતું હોય છે. વિશ્વભરની શિબિરોની અલ્ફાબેટીકલ સુચિ તથા શિબિર સ્થળોનો ગ્રાફિકલ ઇન્ટરફેસ વિશ્વ અને ભારત તથા નેપાળ માટે ઉપલબ્ધ છે.

વિશેષ શિબિરો અને સંસાધનો

જેલોમાં પણ વિપશ્યના શીખવવામાં આવે છે. ઉદ્યોગપતિ અને શ્રેષ્ઠ સરકારી અફસરો માટે દસ દિવસીય એકઝેક્યુટીવ કોર્સનું આયોજન ઘણા કેન્દ્રો પર કરવામાં આવતું હોય છે. એની જાણકારી માટે એકઝેક્યુટીવ કોર્સ વેબસાઈટ પર જઈ શકો છો. વિપશ્યના સાધનની જાણકારી નીચે બતાવેલી અન્ય ભાષાઓમાં* પણ ઉપલબ્ધ છે.