દિવસ સાત ના પ્રવચનમાં ઉદ્ધરિત પાલી ફકરાઓ

વેદના સમોસરણા સબ્બે ધમ્મા.

--મૂલક સુત્ત,
અંગુત્તર નિકાય, VIII. ix. 3 (83).

જે બધું મન પર ઉત્પન્ન થાય છે,
તે વેદના (સંવેદના)ની સાથે જ થાય છે.


--કિમારમ્મણા પુરિસસ્સ સંકપ્પવિતક્કા
ઉપ્પજ્જન્તી’’તિ?
--નામરૂપારમ્મણા ભન્તે’’તિ.

--સમિદ્ધિ સુત્ત,
અંગુત્તર નિકાય, IX. ii. 4 (14).

"મનુષ્યમાં વિચારો અને પ્રતિભાવો શેના આધારે ઉત્પન્ન થાય છે?"
"મન અને શરીરના આધારે, શ્રીમાન."


યથાપિ વાતા આકાસે, વાયન્તિ વિવિધા પુથૂ,
પુરત્થિમા પચ્છિમા ચાપિ, ઉત્તરા અથ દક્ખિણા,
સરજા અરજા ચપિ, સીતા ઉણ્હા ચ એકદા,
અધિમત્તા પરિત્તા ચ, પુથૂ વાયન્તિ માલુતા;

તથેવિમસ્મિં કાયસ્મિં, સમુપ્પજ્જન્તિ વેદના,
સુખદુખસમુપ્પત્તિ, અદુક્ખમસૂખા ચ યા.
યતો ચ ભિક્ખુ આતાપી, સમ્પજઞ્ઞં ન રિઞ્ચતિ,

તતો સો વેદના સબ્બા પરિજાનાતિ પંડિતો;

સો વેદના પરિઞ્ઞાય, દિટ્ઠે ધમ્મે અનાસવો,

કાયસ્સ ભેદા ધમ્મટ્ઠો, સઙખ્યં નોપેતિ વેદગૂ.

-પથમા આકાસ સુત્ત,
સંયુત્ત નિકાય, XXXVI (II). ii. 12 (2).

આકાશમાં વિવિધ પ્રકારના પવન વહે છે, પૂર્વમાં થી અને પશ્ચિમમાં થી, ઉત્તરમાં થી અને દક્ષિણમાં થી

ધૂળ-ભર્યા અને ધૂળ વિહીન, ઠંડા અને ગરમ,
તોફાની પ્રલયંકારી અને શાંત, મંદ, મંથર

પ્રિય, અપ્રિય, અને બિનઅસરકારક.

જ્યારે કોઈ સાધક, ધગશથી સાધના કરતાં,
એનો હોશ નથી ખોતો,
ત્યારે આવો સમજદાર વ્યક્તિ,
બધી સંવેદનાઓને પૂરી રીતે સમજે છે.
અને પૂરી રીતે સમજીને,
આ જ જીવનમાં બધા વિકારોથી મુક્તિ પામે છે.
આવી વ્યક્તિ, એના જીવનના અંતે,
ધર્મમાં સ્થાપિત હોવાને કારણે અને સંવેદનાઓને પૂરી રીતે સમજીને,
અવર્ણનીય અવસ્થા પ્રાપ્ત કરે છે.


યતો યતો સમ્માસતિ,
ખંધાનં ઉદયબ્બયં,

લભતી પીતિપામોજ્જં ,
અમતં તં વિજાનતં.

--ધમ્મપદ, XX. 15 (374).

જ્યારે-જ્યારે અને જ્યાં-જ્યાં
આપણે મન અને શરીરના માળખાનું
ઉત્પન્ન થવું અને નાશ પામવું અનુભવીએ છીએ,
ત્યારે-ત્યારે આપણે પ્રીતી અને સુખનો અનુભવ કરીએ છીએ
જે સંતો દ્વારા અનુભવાયેલી અમૃત અવસ્થા તરફ લઈ જાય છે.


નમો તસ્સ ભગવતો અરહતો સમ્માસમ્બુદ્ધસ્સ

યે ચ બુદ્ધા અતીતા ચ,
યે ચ બુદ્ધા અનાગતા,
પચ્ચુપ્પન્ના ચ યે બુદ્ધા,
અહં વંદામિ સબ્બદા.

યે ચ ધમ્મા અતીતા ચ,
યે ચ ધમ્મા અનાગતા,
પચ્ચુપ્પન્ના ચ યે ધમ્મા,
અહં વંદામિ સબ્બદા.

યે ચ સંઘા અતીતા ચ,
યે ચ સંઘા અનાગતા,
પચ્ચુપ્પન્ના ચ યે સંઘા,
અહં વંદામિ સબ્બદા.

ઈમાય ધમ્માનુધમ્મપટિપત્તિયા

બુદ્ધં પૂજેમિ,
ધમ્મં પૂજેમિ,
સંઘં પૂજેમિ.

બુદ્ધ વંદના:

ઈતિપિ સો ભગવા,
અરહં,
સમ્માસમ્બુદ્ધો,
વિજજાચરણસંપન્નો,
સુગતો,
લોકવિદુ,
અનુત્તરો પુરિસ-દમ્મ-સારથી,
સત્થા દેવમનુસ્સાનં,
બુદ્ધો ભગવા’તિ.

ધમ્મ-વંદના:

સ્વાક્ખાતો ભગવતા ધમ્મો,

સન્દિટ્ઠિકો,
અકાલિકો,
એહિપસ્સિકો,
ઓપનેય્યિકો,
પચ્ચતં વેદિતબ્બો વિઞ્ઞૂહી’તિ.


સંઘ-વંદના:

સુપ્પટિપન્નો
ભગવતો સાવક સંઘો.
ઉજુપ્પટિપન્નો
ભગવતો સાવક સંઘો.
ઞાયપ્પટિપન્નો
ભગવતો સાવક સંઘો.
સામીચિપ્પટિપન્નો
ભગવતો સાવક સંઘો.
યદિદં ચત્તારિ પુરિસયુગાનિ,
અટ્ઠપુરિસપુગ્ગલા,
એસ ભગવતો સાવક સંઘો;

આહુનેય્યો, પાહુનેય્યો,
દક્ખિણેય્યો, અંજલિકરણીયો,
અનુત્તરં પુઞ્ઞક્ખેતં લોકસ્સા’તિ.

--ધજગ્ગ સુત્ત,
સંયુત્ત નિકાય, XI (I). 3.

નમસ્કાર છે તે ભગવાન અરહંત સમ્યક સમ્બુદ્ધ ને.

ભૂતકાળમાં જેટલા બુદ્ધ થયા છે,
ભવિષ્યમાં જેટલા બુદ્ધ થશે,
વર્તમાનમાં જેટલા બુદ્ધ છે
તે સૌને હું સદૈવ વંદન કરું છું.

ભૂતકાળમાં જેટલા ધર્મ થયા છે,
ભવિષ્યમાં જેટલા ધર્મ થશે,
વર્તમાનમાં જેટલા ધર્મ છે
તે સૌને હું સદૈવ વંદન કરું છું.

ભૂતકાળમાં જેટલા સંઘ થયા છે,
ભવિષ્યમાં જેટલા સંઘ થશે,
વર્તમાનમાં જેટલા સંઘ છે
તે સૌને હું સદૈવ વંદન કરું છું.

સદ્ધર્મના આ માર્ગ પર,
સ્થૂળથી સૂક્ષ્મતર–સૂક્ષ્મતમ સુધી ચાલીને,
હું બુદ્ધની પૂજા કરું છું,
હું ધર્મની પૂજા કરું છું,
હું સંઘની પૂજા કરું છું,

બુદ્ધ વંદના:

આવા જ તો છે તે ભગવાન:
અરહંત,
સમ્યક-સમ્બુદ્ધ,
વિદ્યા અને આચરણથી સંપન્ન,
ઉત્તમ ગતિને પ્રાપ્ત,
સમસ્ત લોકોના જાણકાર,
સર્વ-શ્રેષ્ઠ,
ભટકી ગયેલા લોકોને સાચા માર્ગ પર લાવવાવાળા સારથી,
દેવતાઓ અને મનુષ્યોના શાસ્તા (આચાર્ય),
બુદ્ધ, ભગવાન.

ધર્મ વંદના:

ભગવાન દ્વારા સરખી રીતે સમજાવેલો ધર્મ,
સાંદૃષ્ટિક- જાતે અનુભવી શકાય તેવો,
અકાલિક- અહીં અને અત્યારે ફળ આપનાર,
એહીપસ્સિકો- આવો અને જુઓ કહી શકાય તેવો,
ઓપનેય્યિકો- નિર્વાણ તરફ લઈ જનાર સીધો રસ્તો,
પ્રત્યેક સમજદાર વ્યક્તિ દ્વારા જાતે અનુભવી શકાય તેવો.

સંઘ વંદના:

સુમાર્ગ પર ચાલવાવાળો છે ભગવાનનો શ્રાવક સંઘ,
ઋજુ માર્ગ પર ચાલવાવાળો છે ભગવાનનો શ્રાવક સંઘ,
ન્યાય (સત્ય) માર્ગ પર ચાલવાવાળો છે ભગવાનનો શ્રાવક સંઘ,
ઉચિત માર્ગ પર ચાલવાવાળો છે ભગવાનનો શ્રાવક સંઘ,
આ જે (માર્ગ-ફળ પ્રાપ્ત આર્ય) વ્યક્તિઓના ચાર જોડકાં છે
એટલે કે આઠ પુરુષ-પુદ્ગલ છે-
આ જ છે ભગવાનનો શ્રાવક સંઘ.
આહ્વાહન કરવા યોગ્ય છે,
અતિથિ-સત્કાર કરવા યોગ્ય છે,
દક્ષિણા આપવા યોગ્ય છે,
અંજલિ-બદ્ધ પ્રણામ કરવા યોગ્ય છે.
લોકો માટે આ જ શ્રેષ્ઠ પુણ્ય ક્ષેત્ર છે.