10મા દિવસના પ્રવચનમાં ઉદ્ધરિત પાલી ફકરાઓ

અત્ત-દીપ વિહરથ,
અત્ત-સરન
ન અન્યં-સરન.
ધમ્મ-દીપ વિહરથ,
ધમ્મ-સરન,
ન અન્યં-સરન.

--મહા-પરિનિબ્બાણ સુત્ત,
દીઘ નિકાય, 16.

પોતાની અંદર દ્વીપ બનાવો,
પોતાને પોતાની શરણ બનાવો;
અન્ય કોઈ શરણ નથી.
સત્યને તમારો દ્વીપ બનાવો,
સત્યને તમારું શરણ બનાવો;
અન્ય કોઈ શરણ નથી.


ચરથ ભિક્ખવે ચારિકં
બહુજન-હિતાય, બહુજન-સુખાય ,
લોકાનુકંપાય,
અત્થાય હિતાય સુખાય
દેવમનુસ્સાનં.
મા એકેન દ્વે અગમિત્થ.
દેસેથ ભિક્ખવે ધમ્મં
આદિકલ્યાણં,
મજ્ઝેકલ્યાણં, પરિયોસાનકલ્યાણં
સાત્થં સબ્યંજનં.
કેવલપરિપુણ્ણં પરિસુદ્ધં
બ્રહ્મચરિયં પકાસેથ.

સન્તિ સત્તા અપ્પરજક્ખજાતિકા

અસ્સવનતા ધમ્મસ્સ પરિહાયન્તિ.
ભવિસ્સન્તિ ધમ્મસ્સ અઞ્ઞાતારો.

--દૂતિય મારપાસ સુત્ત,
સંયુત્ત નિકાય, VI (I). 5.

હે ભિક્ષુઓ, જાઓ ચારિકા કરો.
બહુ બધાના હિત માટે, બહુ બધાના સુખ માટે,
લોકો પર અનુકંપા કરીને.
દેવતાઓ અને મનુષ્યોના,
સારા, લાભ અને સુખ માટે.
કોઈ બેને એક જ દિશામાં ન જવા દો.
હે ભિક્ષુઓ, ધર્મનું પ્રકાશન કરો,
જે શરૂઆતમાં, મધ્યમાં, અને અંતમાં,
જે અર્થમાં, વ્યંજનમાં કલ્યાણકારી છે.
બ્રહ્માચરણના જીવનનું પ્રકાશન કરો,
જે પરિપૂર્ણ છે, જે પરિશુદ્ધ છે.
એવા માણસો છે જેમની આંખો પર જીણો પડદો છે,
જો તેઓ ધર્મ નહીં સાંભળે તો અંધકારમાં ખોવાઈ જશે.
આવી વ્યક્તિઓ સત્ય સમજશે.


યે ધમ્મા હેતુપ્પભવા
તેસં હેતું તથાગતો આહ
તેસંચ યો નિરોધો;
એવંવાદી મહાસમણો.

--વિનય, મહાવગ્ગ, I. 23 (40).

જે કંઇ કારણથી ઉત્પન્ન થાય છે,
તથાગત એમનું કારણ બતાવે છે,
અને કારણનો નિરોધ પણ;
મહાશ્રમણનો આ જ વાદ છે, આ જ શિક્ષા છે.


પંયતિ ઠપેત્વા વિસેસેન પસ્સતિ’તિ
વિપસ્સના.

--લેડી સયાડો, પરમાત્થ દીપાની.

વિપશ્યના નો અર્થ વિશેષ
રૂપથી જોવું છે, ભાસમાન સત્ય થી આગળ પરમાર્થ સત્યને જાણવું.


દિટ્ઠે દિટ્ઠમત્તં ભવિસ્સતિ,
સુતે સુતમત્તં ભવિસ્સતિ,
મુતે મુતમત્તં ભવિસ્સતિ,

વિન્યાતે વિન્યાતમત્તં ભવિસ્સતિ.

--ઉદાન, I. x.

જોવામાં ફક્ત જોવું હોય;
સાંભળવામાં ફક્ત સાંભળવું હોય;
ગંધ, સ્વાદ, સ્પર્શમાં
માત્ર ગંધ, સ્વાદ, સ્પર્શ હોય;
જાણવામાં માત્ર જાણવું હોય.


સો કાયપરિયન્તિકં વેદનં
વેદયમાનો,
કાયપરિયન્તિકં વેદનં
વેદયામી’તિ પજાનાતિ.
જીવિતપરિયન્તિકં વેદનં
વેદયમાનો,
જીવિતપરિયન્તિકં વેદનં
વેદયામી’તિ પજાનાતિ.

--પઠમગેલન્યસુત્તં,
સંયુત્તનિકાય, XXXVI (II). i. 7.

શરીરમાં સર્વત્ર સંવેદનાનો અનુભવ કરતાં,
તે સમજે છે, "શરીરની મર્યાદામાં દરેક જગ્યાએ હું સંવેદના અનુભવી રહ્યો છું."
શરીરની અંદર જ્યાં પણ જીવન છે ત્યાં સંવેદના અનુભવ કરતાં,
તે સમજે છે, "શરીરની અંદર જ્યાં પણ જીવન છે, હું સંવેદના અનુભવી રહ્યો છું."


ઇતિ અજ્ઝત્તં વા કાયે કાયાનુપસ્સી વિહરતિ,
બહિદ્ધા વા કાયે કાયાનુપસ્સી વિહરતિ,
અજ્ઝત્ત-બહિદ્ધા વા કાયે કાયાનુપસ્સી વિહરતિ.
સમુદયધમ્માનુપસ્સી વા કાયસ્મિં વિહરતિ,
વયધમ્માનુપસ્સી વા કાયસ્મિં વિહરતિ,
સમુદય-વય ધમ્માનુપસ્સી વા કાયસ્મિં વિહરતિ.
અત્થિ કાયો’તિ વા પનસ્સ સતિ પચ્ચુપટ્ઠિતા હોતિ,
યાવદેવ ઞાણમત્તાય પટિસ્સતિમત્તાય અનિસ્સિતો ચ વિહરતિ,
ન ચ કિઞ્ચિ લોકે ઉપાદિયતિ.
એવમ્પિ ખો, ભિક્ખવે, ભિક્ખુ કાયે કાયાનુપસ્સી વિહરતિ.

--મહાસતિપટ્ઠાન સુત્ત,
દીઘ નિકાય, 22.

આવી રીતે કાયામાં અંદર કાયાનુપસ્સના કરતાં વિહાર કરે છે;
કાયામાં બહાર કાયાનુપસ્સના કરતાં વિહાર કરે છે;

કાયામાં અંદર-બહાર કાયાનુપસ્સના કરતાં વિહાર કરે છે.
કાયામાં જે કાંઇ ઉત્પન્ન થાય છે તે જાણતાં વિહાર કરે છે;
કાયામાં જે કાંઇ વ્યય થાય છે (નાશ પામે છે) તે જાણતાં વિહાર કરે છે;
કાયામાં જે કાંઇ ઉત્પન્ન-વ્યય સાથે સાથે થાય છે તે જાણતાં વિહાર કરે છે.
હવે તેની જાગૃતિ સ્થાપિત થઈ છે,"આ કાયા છે."
આ જાગૃતિ એટલી હદે વિકસે છે કે જેટલી વાર માત્ર જ્ઞાન, માત્ર અનુભવ બની રહે છે,
તેટલી વાર અનાશ્રિત થઈને વિહાર કરે છે,
અને લોકમાં (ઇંદ્રિય ક્ષેત્રમાં) કાંઇ પણ ગ્રહણ નથી કરતો.
આવી રીતે, હે ભિક્ખુ, કાયામાં કાયાનુપસ્સના કરતાં વિહાર કરે છે.


ત્રિ-રત્ન શરણ:

બુદ્ધં સરણં ગચ્છામિ.
ધમ્મં સરણં ગચ્છામિ.
સંઘં સરણં ગચ્છામિ.

પંચ-શીલ:

પાણાતિપાતા વેરમણી સિક્ખાપદં સમાદિયામિ.
અદિન્નાદાના વેરમણી સિક્ખાપદં સમાદિયામિ.
કામેસુ-મિચ્છાચારા વેરમણી સિક્ખાપદં સમાદિયામિ.
મુસાવાદા વેરમણી સિક્ખાપદં સમાદિયામિ.
સુરા-મેરય-મજ્જ-પમાદટ્ઠાના વેરમણી સિક્ખાપદં સમાદિયામિ.


અટ્ઠઙ્ગ-શીલ:

પાણાતિપાતા વેરમણી સિક્ખાપદં સમાદિયામિ.
અદિન્નાદાના વેરમણી સિક્ખાપદં સમાદિયામિ.
કામેસુ-મિચ્છાચારા વેરમણી સિક્ખાપદં સમાદિયામિ.
મુસાવાદા વેરમણી સિક્ખાપદં સમાદિયામિ.
સુરા-મેરય-મજ્જ-પમાદટ્ઠાના વેરમણી સિક્ખાપદં સમાદિયામિ.

વિકાલ ભોજન વેરમણી સિક્ખાપદં સમાદિયામિ.
નચ્ચ-ગીત-વાદિત-વિસૂકદસ્સના માલા-ગંધ-વિલેપન-ધારણ-મણ્ડન-વિભૂસનટ્ઠાના વેરમણી સિક્ખાપદં સમાદિયામિ.

ઉચ્ચાસયન-મહાસયના વેરમણી સિક્ખાપદં સમાદિયામિ.

ત્રણ રત્નોની શરણ:

હું બુદ્ધની શરણ લઉં છું.
હું ધર્મની શરણ લઉં છું.
હું સંઘની શરણ લઉં છું.

પાંચ શીલ-સદાચાર:

હું પ્રાણી હત્યાથી દૂર રહેવાની તાલીમનો નિયમ હાથ ધરું છું.
હું ચોરીથી દૂર રહેવાની તાલીમનો નિયમ હાથ ધરું છું.
હું જાતીય ગેરવર્તનથી દૂર રહેવાની તાલીમનો નિયમ હાથ ધરું છું.
હું ખોટી વાણીથી દૂર રહેવાની તાલીમનો નિયમ હાથ ધરું છું.
હું કોઈ પણ માદક પદાર્થના સેવનથી, જે બેહોશીનું કારણ બને છે, તેનાથી દૂર રહેવાની તાલીમનો નિયમ હાથ ધરું છું.

અષ્ટ-શીલ:

હું પ્રાણી હત્યાથી દૂર રહેવાની તાલીમનો નિયમ હાથ ધરું છું.
હું ચોરીથી દૂર રહેવાની તાલીમનો નિયમ હાથ ધરું છું.
હું જાતીય ગેરવર્તનથી દૂર રહેવાની તાલીમનો નિયમ હાથ ધરું છું.
હું ખોટી વાણીથી દૂર રહેવાની તાલીમનો નિયમ હાથ ધરું છું.
હું કોઈ પણ માદક પદાર્થના સેવનથી, જે બેહોશીનું કારણ બને છે, તેનાથી દૂર રહેવાની તાલીમનો નિયમ હાથ ધરું છું. હું બપોર પછી ભોજનથી દૂર રહેવાની તાલીમનો નિયમ હાથ ધરું છું.
હું નૃત્ય, ગાયન, વાદ્ય સંગીત, અશોભનીય મનોરંજન, માળા, અત્તર, સૌંદર્ય પ્રસાધનો, ઘરેણાંના શણગારથી દૂર રહેવાની તાલીમનો નિયમ હાથ ધરું છું.
હું ઊંચી વિલાસી પથારીનો ઉપયોગ કરવાથી દૂર રહેવાની તાલીમનો નિયમ હાથ ધરું છું.